કોલંબો બોમ્બ બ્લાસ્ટના પડધા, રક્ષા સચિવ અને આઇજીને પદેથી હટાવ્યા
Live TV
-
આતંકી ઘટનાથી નારાજ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ લીધા આકરા પગલાં.. રક્ષા સચિવ અને આઇજી પોલીસને પદ પરથી હટાવ્યા..
શ્રીલંકા ની રાજધાની કોલંબોમાં ઇસ્ટર પર થયેલા ભીષણ બોમ્બ બ્લાસ્ટ પછી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ શિરીસેનાએ સખત પગલાં ભરતાં રક્ષા સચિવ અને આઈજી પોલીસ ને પોતાના પદેથી હટાવી દીધા છે. વિસ્ફોટો પછી રાષ્ટ્રપતિ શીરીસેનાએ માન્યું હતું કે, સૂચના હોવા છતાં દેશનું પ્રશાસન આતંકવાદી હુમલાને રોકવા નિષ્ફળ રહ્યું છે.રાષ્ટ્રપતિએ એ વાત ઉપર પણ નારાજગી વ્યક્ત કરી હતી. દેશમાં આતંકવાદી હુમલાની સંભાવનાની મળેલી ગુપ્ત જાણકારી વિશે તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 359 લોકોના મોત થયા હતા અને 500 કરતા વધારે ઇજાગ્રસ્ત થયા છે.
