Skip to main content
Settings Settings for Dark

કોવિડ રસીનો બુસ્ટર ડોઝ રોગચાળાને સમાપ્ત કરવાની જગ્યાએ લંબાવશે: WHO

Live TV

X
  • વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ ચેતવણી આપી છે કે, કોવિડ રસીનો વ્યાપક બુસ્ટર ડોઝ કાર્યક્રમ રોગચાળાને સમાપ્ત કરવાની જગ્યાએ તેને લંબાવશે. WHOએ જણાવ્યું છે કે, જે દેશોમાં મોટાભાગની વ્યક્તિનું રસીકરણ થઈ ચુક્યું છે, ત્યાં બુસ્ટર ડોઝ કાર્યક્રમના કારણે ઓછા રસીકરણવાળા દેશોમાં રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થશે નહીં. જેનાથી વાયરસને વધુ ફેલાવાની અને મ્યુટેટ થવાની તક મળશે.

    જિનિવા ખાતે મીડિયાને સંબોધતા WHOના વડા ટ્રેડ્રોસ ગ્રેબેસીયસે કહ્યું કે, દરરોજ કુલ રસીનો 20 ટકા જથ્થો બુસ્ટર ડોઝ તરીકે અપાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થતાં તથા મૃત્યુ પામતા મોટાભાગના દર્દીઓ રસી ન લીધેલા લોકો છે, બુસ્ટર ડોઝ લીધો હોય તેવા લોકો નથી. WHOના નિષ્ણાંતોની સમિતિએ જણાવ્યું હતું કે, 126 જેટલા દેશોમાં બુસ્ટર ડોઝ કાર્યક્રમો જાહેર કરાયા છે, જેમાંથી 120 દેશોમાં તેનું અમલીકરણ શરૂ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply