ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસની આજથી બેઠક શરૂ
Live TV
-
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસની 20મી બેઠક આજથી શરૂ થશે. આ બેઠક 16 થી 22 ઓક્ટોબર દરમિયાન એટલે એક સપ્તાહ સુધી ચાલશે. 20મી કોંગ્રેસની બેઠક માટેના તમામ નિયમો રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે યોજાનારી બેઠકમાં તેઓ 2,296 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગના રાજ્યાભિષેક પહેલા કોમ્યુનિસ્ટ પાર્ટીએ તેમને સમર્થન આપવા માટે તમામ તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં ચીનના વરિષ્ઠ સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગના ત્રીજા કાર્યકાળને મંજૂરી આપશે. આનાથી 10 વર્ષના કાર્યકાળના ત્રણ દાયકા જૂના શાસનનો પણ અંત આવશે.
