Skip to main content
Settings Settings for Dark

ચીનમાં અત્યાર સુધી 107ના મોત, 24 કલાકમાં 1300 નવા કેસ

Live TV

X
  • સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના 4515 કેસ નોંધાયા, 4409 માત્ર ચીનમાં, શ્રીલંકા, કેનેડા અને જર્મની પણ પહેલો કેસ નોંધાયો

    ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી ગઈ છે. આ સંખ્યા મંગળવારે 107 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1300

    નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં હેલ્થ કમિશને જણાવ્યું કે, હુબેઈ રાજ્યમાં સૌથી વધારે 100 લોકોના જીવ ગયા છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી

    કોરોના વાયરસના કુલ 4515 કેસ નોંધાયા છે. તેમાં 4409 માત્ર ચીનમાં છે. વિદેશ મંત્રાલયને સૌથી વધારે અસર ગ્રસ્ત વુહાન શહેરમાં ફસાયેલા

    ભારતીયોની સંખ્યા વિશે જાણ નથી. જોકે તેમને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઈન્ડિયા જંબો જેટ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ હવે માત્ર સરકાર
    પાસેથી આદેશ મળવાની રાહ જોઈ રહ્યા છે.

    હકીકતમાં વુહાનાં 600થી વધારે ભારતીયો અભ્યાસ કરે છે. પરંતુ ક્રિસમસની રજાના કારણે મોટા ભાગના ભારતીયો ભારત આવ્યા હતા. 250થી 300
    જેટલા હજી પણ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા હોવાની શંકા છે. વિદેશ મંત્રાલયના અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન જતાં દરેક
    ભારતીય કાઉન્સલેટમાં રજીસ્ટ્રેશન કરાવતા નથી. તેથી આ સંજોગોમાં તેમનો ચોક્કસ આંક મેળવવો મુશ્કેલ છે. દરેક વિદ્યાર્થીઓને ફોન લઈને માહિતી
    મેળવવામાં આવી રહી છે. અમેરિકા આજે વિશેષ વિમાનથી વુહાનમાં ફસાયેલા તેમના નાગરિકોને એરલિફ્ટ કરવાના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply