Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાઇરસના કારણે 2200થી વધુ લોકોના મોત

Live TV

X
  • ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. કોરાના વાયરસના કારણે ચીનમાં મૃતકોની સંખ્યા 2200ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત ઈરાનમાં બે અને દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિનું મોત થયું છે.

    ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. કોરાના વાયરસના કારણે ચીનમાં મૃતકોની સંખ્યા 2200ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત ઈરાનમાં બે અને દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિનું મોત થયું છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ એ જણાવ્યું છે કે, યુરોપમાં કોરોના વાયરસના પ્રસાર પર નિયંત્રણ લગાવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે યુરોપમાં 45 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત જાપાનના દરિયા કિનારે લાંગરેલા ક્રૂઝમાં બે લોકોનાં મોત થયાં છે,, આ ક્રૂઝમાંથી ઓસ્ટ્રેલિયાએ પોતાના 170 લોકોને એરલિફ્ટ કરી લીધા છે. આ ક્રૂઝમાં સવાર 8 ભારતીય કોરોના વાયરસથી સંક્રમીત હોવા વિશે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તેઓ જાપાની અધિકારીઓનાં સંપર્કમાં છે. આ ઉપરાંત ભારત કોરોના વાયરસથી પ્રભાવીત ચીનના વુહાન શહેરમાંથી વધુ ભારતીયોને પરત લાવવા માટે અને ચીનને આરોગ્ય સામગ્રી પહોંચાડવા માટે એક C-17 સૈન્ય વિમાન ત્યાં મોકલશે. આ પહેલાં સરકારે એર ઈન્ડિયાનું વિમાન મોકલીને ચીનમાંથી અત્યાર સુધીમાં 640 ભારતીયોને સ્વદેશ પરત લાવ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, કોરોના વાયરસના પ્રકોપને જોતા ચીન જવા કે ત્યાંથી આવવા માટે કોઈ પ્રતિબંધ નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply