જર્મનીના હનાઉમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ: 8નાં મોત
Live TV
-
જર્મનીના હનાઉમાં બે જુથ વચ્ચે ગોળીબારીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોતના સમાચાર છે. જર્મનીના એક સ્થાનિક અખબારના મતે બે અલગ-અલગ ઘટનાઓમાં આ લોકોના મોત થયા છે. કેસલસ્ટેન જિલ્લામાં બે શિક્ષા હોટલોમાં થયેલી ગોળીબારીની ઘટનામાં 5 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. પ્રત્યક્ષદર્શીના મતે કારમાંથી નીકળીને હુમલાખોરોએ ત્યાં હાજર નિર્દોષ નાગરિકો પર ગોળીઓ ચલાવી હતી..
