ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 903 થઈ
Live TV
-
હોંગકોંગ, ચીન અને સિંગાપોર તથા થાઇલેન્ડની વિમાની યાત્રા માટે તપાસની પ્રક્રિયા ચાલી રહી છે
ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 903 થઈ છે. ચીનના હુબેઈ શહેરમાં ગઈકાલે ,91 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હુબેઈના સ્વાસ્થ્ય આયોગે વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા બે હજાર, 618 થઈ હોવાનું જાહેર કર્યું હતું. દરમિયાન આઈ.ટી.બી.પી.ના છાવરા - કોરેન ટાઇન કેમ્પમાં વિશેષ ચિકિત્સા દેખરેખ સારવાર હેઠળ ચીનથી પરત ફરેલા , 406 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમાંથી સાત માલદીવ્સના નાગરિક અને એક બાંગ્લાદેશનો નાગરિક છે. સાત લોકોને શંકાને લીધે બે દિવસ દરમિયાન નવી દિલ્હીની સફ-દર-જંગ , હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પણ કેમ્પમાં પરત લાવવામાં આવ્યા છે. કેમ્પમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સમયાંતરે દેખરેખ રાખી રહ્યા છે. કેમ્પમાં તમામ સારવાર અને દવાઓ ઉપલબ્ધ છે. તેમજ ચાર ઇમરજન્સી એમ્બ્યૂલન્સ વાન પણ 24 કલાક ઉપલબ્ધ છે. સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદને કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓ સાથે કોરોના વાયરસથી બચાવ અને ઉપાય બાબતે ચર્ચા કરી હતી. હોંગકોંગ, ચીન અને સિંગાપોર તથા થાઇલેન્ડની વિમાની યાત્રા માટે તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ 21 એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
