Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદ અને પવન સાથે તોફાન સીઆરા યુકેમાં ત્રાટક્યું 

Live TV

X
  • ભારે વરસાદ અને પ્રતિ કલાક 150 કિલોમીટરથી વધુની ઝડપે ફૂંકાતા પવનની સાથે તોફાન સિઆરા યુનાઇટેડ કિંગડમમાં પહોંચતા ભારે ઊથલપાથલનો માહૌલ સર્જાયો છે.  

    તોફાન સિઆરા યુનાઇટેડ કિંગડમમાં પહોંચતા આ તોફાને અનેક વૃક્ષોને ધરાશાયી કર્યા છે અને  ઘણા મકાનોને નુકસાન પહોંચાડયું છે. આ પરિસ્થિતી ને જોતાં વહીવટીતંત્રે  કેટલાક મકાનો ખાલી કરાવવા પડ્યા કારણ કે નદીઓ તેમના કાંઠે તૂટી પડી હતી. સેન્ટ્રલ સ્કોટલેન્ડના પર્થમાં શનિવારે પબની છતનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

    એરલાઇન્સે સેંકડો ફ્લાઇટ્સ પણ રદ કરી હતી, જ્યારે અનેક રેલ કંપનીઓએ મુસાફરોને મુસાફરી ન કરવા વિનંતી કરી હતી. ખરાબ હવામાનને કારણે રવિવારે ફ્રાંસ, બેલ્જિયમ, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લન્ડ અને જર્મનીમાં પણ ફટકો પડ્યો, જેના કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. સાવચેતીના રૂપે બ્રસેલ્સ એરપોર્ટથી ઉપડતી અથવા પહોંચતી લગભગ 60 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply