જર્મનીના ઉત્તરી સાગર તટ સુધી પહોંચ્યું સબાઈન વાવાઝોડું
Live TV
-
સ્ટોર્મ સબાઈન વાવાઝોડું જર્મની પહોંચ્યું: વાવાઝોડાના કારણે 150થી વધુ ફ્લાઇટ રદ
સ્ટોર્મ સબાઇન વાવાઝોડું રવિવારે જર્મનીના ઉત્તરી સાગર તટ સુધી પહોંચી ગયું છે..સબાઈનને બ્રિટનમાં સિયારા પણ કહેવાય છે..સિયારાની તેજ હવાઓના કારણે ફ્લાઈટ અને ટ્રેન સેવાઓ રદ કરી દેવાઈ છે..જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે..સ્ટોર્મ સબાઈન વાવાઝોડામાં 85 કિલોમીટર/કલાકની ઝડપથી હવાઓ ચાલવાના કારણે 150થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે..રેલ ઓપરેટર ડોયચે બાન એ હેમ્બર્ગ અને ડેનમાર્કની રાજધાની કોપેનહેગન વચ્ચે સેવાઓને રોકી દીધી છે..તો લાંબા રૂટની ટ્રેનોને પણ રોકવામાં આવી છે..તેજ હવાઓના કારણે મધ્ય જર્મનીની સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે..
