ટ્રમ્પના ભારત પ્રવાસની વ્હાઇટ હાઉસે આપી માહિતી
Live TV
-
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બે દિવસના ભારત પ્રવાસ પર આવી રહયાં છે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપતા કહયું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ જોડાશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મુલાકાત કરશે. આશા રાખવામાં આવી રહી છે કે આ પ્રવાસથી અમેરીકા અને ભારતની રણનિતીક ભાગીદારી વધુ મજબુત બનશે
દિલ્લી પછી તેઓ અમદાવાદ પણ આવશે..વ્હાઇટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોન પર વાતચીત થઈ છે..આ દરમિયાને તેમણે બંને દેશોના લોકો વચ્ચે પ્રગાઢ સંબંધોનો ઉલ્લેખ કરીને ભારત-અમેરિકી કાર્યનીતિક ભાગીદારી અને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..
દ્વિપક્ષીય વેપાર વિવાદ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સહિત ઘણા મુદ્દાઓને જોતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે..
