OSCAR: ઓસ્કર(એકેડમી એવોર્ડ્સ )નો સમારંભ 10 ફેબ્રુઆરીએ ભારતના સમય મુજબ સવારે 5 વાગ્યાંથી થશે
Live TV
-
ઓસ્કાર એવોર્ડ જેની ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોની નજર હોય છે તે ભારતના સમય પ્રમાણે 10 ફેબ્રુઆરીએ સવારે 5 વાગ્યાંથી શરૂ થશે. 24 કેટેગરીમાં આપવામાં આવતા આ પુરષ્કારમાં આ વર્ષે કુલ 11 નોમિનેશન મેળવનાર ફિલ્મ " જોકર " પર હશે સૌની નજર. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા '1917' ક્વિન્ટન ટેરેન્ટિનોની વન્સ અપન એ ટાઇમ ઇન હોલીવુડ અને નેટફ્લિક્સ સ્ટુડિયોઝની ગેંગસ્ટર ફિલ્મ 'ધ આઇરિશમેન' ને 10 નામાંકન મળ્યા છે. આ સિવાય 'જોજો રેબિટ', 'લિટલ વુમન', 'મેરેજ સ્ટોરી' અને 'પેરાસાઇટ ફિલ્મને 6 નોમિનેશ મેળવ્યા છે
પ્રેઝન્ટેટર તરીકે ટિમ હેંક્સ, નટેલી પોર્ટમેન, ઓલિવિયા કોલમેન, પેનેલોપ ક્રુઝ, ગેલ ગેડોટ અને માર્ક રફલો જેવા કલાકારો રહેશે। અમેરિકન સિંગર જાનેલ મોને અને 5 ગ્રેમી વિજેતા બીલી ઇરલીશ પરફોર્મ કરશે
ભારતીય દર્શકો સ્ટાર મૂવીઝ અને સ્ટાર મૂવીઝ સિલેક્ટ એચડી પર આ સમારોહનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. આ સિવાય હોટ સ્ટાર દ્વારા પણ યુઝર્સ આ ઇવેન્ટ જોઈ શકે છે. રેડ કાર્પેટનો લાઇવ ટેલિકાસ્ટ એવોર્ડ સમારોહ "ધ એકેડેમી"ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ થશે.
