ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના વધી રહ્યા છે કેસ, નવા 1933 કેસ નોંધાયા
Live TV
-
ભારત સરકારે નેપાળની સરહદે આવેલા ગામોમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી
ચીનમાં કોરોના વાયરસના સંક્રમણથી 1765 લોકોના મોત થઈ ચૂક્યા છે..હુબેઈ પ્રાંતમાં અસંખ્ય લોકો કોરોના વાયરસની સકંજામાં સપડાયા છે..પ્રાંતના આરોગ્ય વિભાગે 1933 નવા કેસો નોંધાયા હોવાની માહિતી આપી છે..અત્યાર સુધી ચીનમાં 70,400થી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણથી પીડાઈ રહ્યા છે..જેમાંથી સૌથી લોકો હુબેઈ પ્રાંતના છે..વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એધાનોમ ગૈબ્રેયેસસે કહ્યુ છે કે આ મહામારી આગળ કેવુ સ્વરૂપ ધારણ કરી શકે છે તે કહેવુ મુશ્કેલ છે..આંતરરાષ્ટ્રીય તજજ્ઞોનો પેઈચિંગ પહોચી રહ્યા છે..તેમણે
ચીનના તજજ્ઞો સાથે આ સંક્રમણને રોકવા માટે ચર્ચા શરૂ કરી છે..ભારત સરકાર પણ કોરોના સંક્રમણને લઈને સંપૂર્ણ સજ્જ છે..કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નેપાળની સરહદે આવેલા ગામોમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે..મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં નેપાળની સરહદે આવેલા ગામોમાં કોરોના વાયરસ વિશે જરૂરી સૂચનો અને તેની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવશે..રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર સફદરજંગ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોની પાંચ અલગ અલગ વિશેષજ્ઞની ટીમ ગઠિત
કરવામાં આવી છે..
