ફ્રાંસમાં કોરોના વાયરસ પીડિત પ્રથમ વ્યક્તિનું મોત
Live TV
-
ફ્રાન્સમાં કોરોના વાયરસથી પીડિત 80 વર્ષીય ચીની પ્રવાસીનું મોત થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની એશિયાથી બહાર મોતનો આ પ્રથમ કેસ છે.
ફ્રાન્સના આરોગ્ય મંત્રી એડમેસ બુધીએ કહ્યું કે, આ દર્દી જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી પેરીસની હોસ્પિટલમાં દાખલ થયો હતો.ચીનમાં કોરોના વાઈરસનો ખતરો , ઘટવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘાતક વાયરસથી 1600થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ હજાર 90થી વધુ કેસ સામે આવવા સાથે , સંક્રમીત લોકોનો આંકડો 68હજાર પર પહોંચી ગયો છે.
આ બિમારીને કારણે જાપાન અને ફિલિપાઈન્સમાં પણ , એક - એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સેન્ટ્રલ ચીનના હુબેઈ પ્રાંતમાં 116થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 24 દેશોમાં 505 કેસ સામે આવ્યા છે. સોમવારે ચીન પહોંચેલી વિશ્વ આરોગ્ય સંગઠનના તજજ્ઞોની ટીમે ચીની અધિકારીઓ સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તપાસ દળ કોરોના વાઈરસ સામે આરોગ્ય અધિકારી દ્વારા કયા પગલાં ભરાયા છે, તેની જાણકારી મેળવશે.
WHOના પ્રમુખે કહ્યું કે, ટોકિયોમાં થનાર ઓલિમ્પિક ગેમ્સ , રદ કરવી જોઈએ. જો કે, તેનો નિર્ણય, WHOએ આયોજકો ઉપર છોડ્યો છે. ભારતમાં પણ સ્થિતિનો સામનો કરવા , સઘન પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના વાઈરસનો સામનો કરવા બનેલી મંત્રીસમૂહની સમીક્ષા બેઠક થઈ હતી. કેન્દ્રિય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે કેરળના 3 કેસો પૈકી બેના અહેવાલ નેગેટીવ મળ્યા છે. વુહાનથી ભારત લાવવામાં આવેલા , 645 ભારતીયોના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા છે.
