જમાલ ખશોગીની મોત થઈ ચૂકી છે - સાઉદી આરબ
Live TV
-
1980 ના દાયકામાં ઓસામા બિન લાદેનનો ઈન્ટરર્વ્યુ કર્યા બાદ ચર્ચામાં આવેલા જમાલ ખશોગી તુર્કીમાં રહેતી પોતાની ફિયાન્સ સાથે લગ્ન કરવા જવાના હતા
ચારે તરફથી દબાણ અને આશરે સપ્તાહથી ઈન્કાર કર્યા બાદ આખરે સાઉદી આબરે સ્વીકાર્યુ છે કે ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીની હત્યા થઈ છે..સાઉદી અરબના એટોર્ની જનરલના જણાવ્યા પ્રમાણે પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ છે કે ખશોગીનું સાઉદી અરબના ઈસ્તાંબુલ સ્થિત દૂતાવાસમાં એક ઘર્ષણ દરમિયાન મોત થયુ હતુ.જોકે એટોર્ની જનરલે કહ્યુ છે હજુ તપાસ ચાલી રહી છે.આ મામલે સાઉદી અરબ સરકારે 18 લોકોની ધરપકડ કરી છે..સાથે જ ડેપ્યુટી ઈન્ટેલિજન્સ ચીફ અહમદ અલ અસીરી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કાયદાકીય સલાહકાર અલ કથાનીને બરતરફ કર્યા છે.મહત્વનુ છે કે 1980 ના દાયકામાં ઓસામા બિન લાદેનનો ઈન્ટરર્વ્યુ કર્યા બાદ ચર્ચામાં આવેલા જમાલ ખશોગી તુર્કીમાં રહેતી પોતાની ફિયાન્સ સાથે લગ્ન કરવા જવાના હતા..આ માટે તેઓ 2 ઓક્ટોબરના રોજ ઈસ્તાંબુલમાં સાઉદી અરબના દૂતાવાસમાં મંજૂરી લેવા ગયા હતા..પણ ત્યારબાદ તેઓ ગાયબ થઈ ગયા..આ મામલે અમેરિકાએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.અને મામલાનો રિપોર્ટ માંગ્યો હતો.
