શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ પીએમ મોદી સાથે કરી ફોન પર વાત
Live TV
-
સિરિસેનાએ હત્યાના ષડયંત્રમાં ભારત સામેલ હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેત્રીપાલ સિરિસેનાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાચ કરી હતી અને હત્યા કેસમાં ભારતનો હાથ હોવાના વહેતા થયેલા અહેવાલોને ખોટા ગણાવ્યા છે..સિરિસેનાએ કહ્યુ કે આ પ્રકારના ખોટા અહેવાલો બન્ને દેશોના નેતાઓ વચ્ચે ગેરસમજ ઉભી કરવાના પ્રયાસ છે..પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં એવુ કહેવાયુ છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે આવા અહેવાલો દુર્ભાવના પ્રેરિત છે..અને તેઓ પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાના સાચા મિત્ર તરીકે જુએ છે..પ્રધાનમંત્રીએ પડોશી દેશ પહેલાની ભારત નીતીને દોહરાવતા કહ્યુ કે ભારત સરકાર અને શ્રીલંકા બન્ને દેશો વચ્ચે સહયોગ વધુ મજબૂત બનાવવાના પક્ષમાં છે.શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંહ ભારત પ્રવાસે છે.,ત્યારે તે પહેલા વહેતા થયેલા અહેવાલો મુદ્દે સિરિસેનાએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી.
