જર્મની અને ડેનમાર્કમાં કોરોનાના વધતા અમેરિકાએ નાગરિકો માટે નવી એડવાઇઝરી કરી જાહેર
Live TV
-
વિશ્વના દેશમાં કોરોનાનું સંકટ ફરી દેખાઈ રહ્યું છે.શિયાળાની શરૂઆત થઇ ચુકી છે અને લોકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે સરકારે વિવિધ પ્રતિબંધો મુક્યા છે.જર્મની અને ડેનમાર્કમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખીને અમેરિકાએ નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને આ બંને દેશોમાં મુસાફરી ન કરવા જણાવ્યુ છે.અમેરિકી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કહ્યુ છે કે જે લોકો જર્મની અને ડેન્માર્ક જવાનો વિચાર કરી રહ્યા હોય તેમણે પુનઃ વિચાર કરવાની જરૂર છે.આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ યુરોપના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધતા ચિંતા વ્યક્ત કરી છે.
