Skip to main content
Settings Settings for Dark

જાકાર્તામાં રમાઈ રહેલા એશિયાડમાં ભારતીય ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન

Live TV

X
  • ડાંગની સરિતા બાદ કચ્છના તીર્થ મહેતાએ  હેર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને  દેશ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે

    જાકાર્તામાં રમાઈ રહેલા એશિયાડમાં  ભારતીય ખેલાડીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ડાંગની સરિતા બાદ કચ્છના તીર્થ મહેતાએ  હેર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને  દેશ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો ભારતીય મહિલા હોકી ટીમને જાપાને 2-1થી હરાવતા ભારતીય ટીમે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. નૌકા યાન સ્પર્ધામાં  ભારતની વર્ષા ગૌતમ , તથા શ્વેતા શેરગેવરની જોડીએ રજત ચંદ્રક જીત્યો હતો. તો હર્ષિતા તોમરે ઓપન લેઝરમાં તથા વરૂણ અશોક અને ગણપતિ ચેંગપ્પાની જોડીએ  ઇઆર ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ  આંખની ઇજાને પગલે સેમિફાઇનલમાં ન રમી શકતા  તેમણે કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. તો પુરૂષ સ્કવોશ ટીમે સેમિફાઇનલમાં હોંગકોંગને હરાવીને  કાંસ્ય ચંદ્રક જિત્યો હતો. મહિલા ટીમે પણ મલેશિયાને હરાવીને  રજત ચંદ્રક પાકો કરી લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply