જુઆન ગોઇદો વેનેઝુઅલાના વચગાળાના રાષ્ટ્રપતિ
Live TV
-
વેનેઝુઅલાના હજારો લોકો વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિપક્ષ નેતા જુઆન ગોઇદોને વેનેઝુઅલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે મંજૂરી આપી છે. આ મંજૂરી આપ્યા પછી વેનેઝુઅલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકા સાથે રાજનીતિક અને કુટનીતિક સંબંધો તોડવાની જાહેરાત કરી છે. વેનેઝુઅલામાં સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષી નેતા જુઆન ગોઇદોને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે મંજૂરી આપી દીધી છે. વેનેઝુઅલાના હજારો લોકો વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુઆન ગોઇદો આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
