યુકેના વડાપ્રધાન થેરેસા મેને મળી અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત
Live TV
-
વહેલી સામાન્ય ચૂંટણી યોજવા વિપક્ષોની યોજના પર પાણી ફરી વળ્યું. યુરોપીય સંઘથી અલગ થવા બ્રેક્ઝિટ યોજના પર આગળ વધવા દૃઢ નિર્ધાર વ્યક્ત કરતાં થેરેસા મે.
બ્રિટનમાં યુરોપિય સંઘ સાથે બ્રેકિઝટ સમજૂતી મામલે સંસદમાં સરકારની હારના એક દિવસ બાદ પ્રધાનમંત્રી થેરેસા મે એ અવિશ્વાસનો મત જીતી લીધો છે. તેમની તરફેણમાં 325 અને તેમની વિરૂધ્ધમાં 306 લોકોએ મતદાન કર્યું હતું. આ રીતે 19 મતોની બહુમતી સાથે થેરેસા મે ની જીતથી સામાન્ય ચૂંટણીની આશંકા ટળી ગઈ છે. પોતાની જીત બાદ બ્રિટનના પ્રધાનમંત્રીએ સાંસદોને અપીલ કરી હતી કે અંગત સ્વાર્થને અલગ રાખીને બ્રેક્ઝિટના માર્ગને પ્રશંસા કરવા માટે રચનાત્મક રીતે મળીને કાર્ય કરે. તેમણે સાંસદોને જણાવ્યું કે, યુરોપીય સંઘથી અલગ થવા વિશે બ્રિટનની જનતાએ જે જનમત આપ્યો છે તેનું પાલન કરવા માટે તે કામ કરતાં રહેશે.
