પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિલીપ કોટલર પ્રેસિડેશીયલ એવોર્ડથી કરાયા સન્નમાનીત
Live TV
-
દેશ માટે તેમની દૂરદર્શિતા અને પ્રબળ નેતૃત્વના કારણે તેમને આ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિલીપ કોટલર પ્રેસિડેશીયલ એવોર્ડથી સન્નમાનીત કરવામાં આવ્યા છે. નવી દિલ્લી ખાતે પ્રધાનમંત્રી આવાસમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશ માટે તેમની દૂરદર્શિતા અને પ્રબળ નેતૃત્વના કારણે તેમને આ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. એવોર્ડ એનાયત કરતી વખતે જણાવવામાં આવ્યું કે પીએમ મોદીનો અથાગ પરિશ્રમ, નિસ્વાર્થ સેવા અને તેમની ઉર્જાના કારણે ભારતે આર્થિક, સમાજિક અને તકનીકી ક્ષેત્રે હરણ ફાળ ભરી છે.
