Skip to main content
Settings Settings for Dark

H1B વિઝા ધારકોને ખાતરી, વહિવટીતંત્ર જલદી ફેરફાર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • ટ્રમ્પે પોતાના ટ્વીટમાં આ જાણકારી આપી હતી. ટ્રમ્પનું આ નિવેદન ભારતીય IT વ્યવસાયીઓ માટે સારા સમાચાર તરીકે સામે આવ્યું છે. જેને ગ્રીનકાર્ડ અથવા સ્થાયી નિવાસ માટે હાલમાં 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

    અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H 1 B વિઝા ધારકોને ખાતરી આપી છે કે તેમનું વહિવટીતંત્ર જલદી એવો ફેરફાર કરશે જેનાથી તેમને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળશે. જેનાથી તેઓ માટે નાગરિકતા લેવાનું સંભવીત બનશે. મોટા ભાગના H1B વિઝા ધારકો IT વ્યવસાયી છે. ટ્રમ્પે ગઇકાલે પોતાના ટ્વીટમાં આ જાણકારી આપી હતી. ટ્રમ્પનું આ નિવેદન ભારતીય IT વ્યવસાયીઓ માટે સારા સમાચાર તરીકે સામે આવ્યું છે. જેને ગ્રીનકાર્ડ અથવા સ્થાયી નિવાસ માટે હાલમાં 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. દરમિયાન અમેરિકામાં 22 ડિસેમ્બરથી શટડાઉન શરૂ થવાથી ઘણા કર્મચારીઓ વેતનની બાંહેધરી વગર કામ કરી રહ્યાં છે. મેક્સિકો દિવાલ માટે ફન્ડીંગની માંગ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંધીય બજેટને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે ડેમોક્રેટનું કહેવું છે કે દિવાલ માટે 5.7 બિલિયન ડોલરની ચુકવણી કરવી તે નાણાની બરબાદી હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply