માદક પદાર્થની તસ્કરી ઉપર રોક લગાવવા દિવાલ મહત્વની ભૂમિકા ભજવશે: ડોનાલ્ડ ટ્રમ્પ
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં યોજાનાર વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. મેક્સિકો સરહદ ઉપર દિવાલ બનાવવા ફંડની માંગની વચ્ચે અમેરિકામાં આંશિક કામ બંધી ચાલુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં યોજાનાર વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. મેક્સિકો સરહદ ઉપર દિવાલ બનાવવા ફંડની માંગની વચ્ચે અમેરિકામાં આંશિક કામ બંધી ચાલુ છે. તે જોતાં ટ્રમ્પે દાવોસ પ્રવાસ સ્થગિત કર્યો છે. 21 જાન્યુઆરીએ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં શરૂ થનાર વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ટ્રમ્પને ભાગ લેવો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકા - મેક્સિકો સરહદ ઉપર દિવાલ બનાવવા કોંગ્રેસ પાસેથી 5.6 મિલિયન અમેરિકી ડોલરની માંગ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે, ગેરકાયદે શરણાર્થીઓ અને દેશમાં માદક પદાર્થની તસ્કરી ઉપર રોક લગાવવા દિવાલ મહત્વની ભૂમિકા ભજવશે. એવું નહીં થવાથી ટ્રમ્પે દેશમાં કટોકટી જાહેર કરવાની ચેતવણી આપી છે. ડેમોક્રેટ સરહદ ઉપર સીમા ઉપાય મજબૂત કરવાના પક્ષમાં છે. પરંતુ સરહદ ઉપર દીવાલ ઊભી કરવાથી કરદાતાના નાણાંનો યોગ્ય ઉપયોગ નથી થતો તેવું માને છે.
