જો બાઈડને કોવિડ-19 નેશનલ હેલ્થ ઈમરજન્સીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કોવિડ-19 નેશનલ હેલ્થ ઈમરજન્સીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાથી 10 લાખથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે, હવે ઔપચારિક રીતે વેશ્વિક રોગચાળામાંથી સ્વસ્થ થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવા કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક રોગચાળામાંથી મુક્ત કરવાનો પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી 2020માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ અમેરિકામાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે.
