Skip to main content
Settings Settings for Dark

તૂર્કીમાં અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સહિત 10 દેશોના રાજદૂતોને બરતરફ કરવાના આદેશ કરાયા

Live TV

X
  • તુર્કીનાં રાષ્ટ્રપતિ રીસેપ તાયપી એર્ડોને સ્થાનિક મામલાઓમાં દખલગીરી કરવાનાં આરોપ લગાવીને અમેરિકા, ફ્રાંસ, કેનેડા સહિત 10 દેશોનાં રાજદૂતોને દેશથી નીકળવાનો આદેશ કર્યો છે. એર્ડોને વિદેશ મંત્રાલયને આ રાજદૂતોને વર્સોનાં નાન ગ્રાટા એટલે કે અવાંચીત વ્યક્તિ જાહેર કરવાનો આદેશ કર્યો છે. આ રાજદૂતોમાં નેધરલેન્ડ, કેનેડા, ડેનમાર્ક, સ્વીડન, ફિન્લેન્ડ, નોર્વે અને ન્યૂઝીલેન્ડના રાજદૂતો સામેલ છે. ઉસ્માન ક્વાલાની મુક્તીનો સમર્થન કરવાનાં આરોપમાં આ રાજદૂતોને નિકાળવાનાં આદેશ કરવામાં આવ્યા છે. ક્વાલા પર દેશવિરોધી પ્રદર્શનોમાં નાણાંકીય મદદ કરવાનો આરોપ છે. ક્વાલા ગુના મામલે દોષીત કરાર ન થયો હોવા છતાં વર્ષ 2017 થી જેલમાં છે. જોકે ક્વાલા તરફથી આ આરોપોથી હમેંશા ઈન્કાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જ આતંકવાદને ભંડોળ પુરું પાડવાનાં સામેની લડતમાં ખામીઓ સંર્દભે તુર્કીને એફ.એ.ટી.એફની ગ્રે લીસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply