નેપાળમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈઃ અત્યાર સુધીમાં 99 લોકોના મોત નિપજ્યાં
Live TV
-
નેપાળમાં ગયા સોમવારથી થઈ રહેલા ભારે વરસાદથી પુરનું સંકટ સર્જાયું છે આ સાથે ભેખડો ધસી પડવાના બનાવો પણ બની રહ્યા છે. આ તારાજીમાં વિવિધ બનાવોમાં અત્યાર સુધી 99 લોકોના મોત નિપજ્યાં છે. નેપાળમાં રાહત અને બચાવ કામગીરી કરતા દળોએ જણાવ્યું છે કે, 40થી વધુ લોકો લાપતા છે. તેમજ વિવિધ બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા 35 લોકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નેપાળના પૂર્વ અને પશ્ચિમ પ્રાંતમાં વરસાદથી પુરની સ્થિતિ સર્જાઈ છે જેમાં જનજીવન ખોરવાયું છે અને જાન-માલનું મોટું નુકસાન થયું છે. આ સાથે જ ભેખડો ધસી પડવાથી પણ વધુ નુકસાન થયું છે.
પ્રધાનમંત્રી શેરબહાદુર દેઉબાએ પૂર અને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી છે.
