ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યો
Live TV
-
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની પેરિસમાં મળેલી ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુરુવારે સાંજે અપાયેલા સ્ટેટમેન્ટમાં એફ.એ.ટી.એફ.એ જણાવ્યું કે, પાકિસ્તાનની સરકાર આતંકવાદની સામે 34 મુદ્દાના એજન્ડામાંથી ચારને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. એફ.એ.ટી.એફ.એ એમ પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધિત કરેલા આતંકવાદીઓ સામે પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. એફ.એ.ટી.એફે તુર્કી અંગે પણ કડક ટિપ્પણી કરી છે. એફ.એ.ટી.એફએ જણાવ્યું કે, પાકિસ્તાન સતત ગ્રે લિસ્ટમાં છે. તેની સરકાર પાસે 34 મુદ્દાની કાર્ય યોજના છે, જેમાંથી 30 પર જ એક્શન લેવાયા છે.
