થેરેસા મેને મળ્યું સંસદનું સમર્થન, સાંસદોએ પ્રધાનમંત્રીને આપ્યો બે સપ્તાહનો સમય
Live TV
-
બ્રિટનની પ્રધાનમંત્રી થેરેસા મેને સંસદમાં વિપક્ષ તરફથી મોટુ સમર્થન મળ્યું છે. બ્રિટનના સાંસદોએ પ્રધાનમંત્રી થેરેસા મેની યૂરોપીય યૂનિયન છોડવાની નવી સંશોધિત યોજનાનું સમર્થન કર્યું છે.
પ્રધાનમંત્રીને બે સપ્તાહની સમય મર્યાદા આપવામાં આવી છે. તેનાથી બ્રેક્ઝિટ વિલંબની સંભાવના વધી ગઈ છે. સાંસદોએ ત્રણ ચરણની આ યોજનાને પણ મંજૂરી આપી જેને રજૂ કરવામાં આવી હતી. તેનાથી ગત વર્ષે થયેલી સમજૂતી વિશે તેને વાતચીત કરવાનો વધુ સમય મળશે. સંસદમાં સાંસદોએ 20ના મુકાબલે 520 મતોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લેબર પાર્ટીએ કહ્યું કે, તે બ્રેક્ઝિટ પર જનતાના નવા મતનું સમર્થન કરસે, જેથી લોકોને પોતાની વાત વ્યક્ત કરવાની વધુ એક તક મળે.
