દુનિયામાં કોરોના સંક્રમણના આંકડાઓમાં થઇ રહ્યો છે વધારો, દર્દીઓનો આંકડો 27.90 લાખ પહોચ્યો
Live TV
-
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સતત ઝઝુમી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં 1 લાખ 90 હજાર થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 27 લાખ 90 હજારથી વધુ લોકો સંક્રમિત થયાં છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી અમેરિકા સૌથી પ્રભાવીત થયું છે. Johns Hopkins યુનિવર્સિટીના આંકડા અનુસાર કોરોનાના કારણે અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 3 હજાર 176 લોકોનાં મોત થયાં છે, તેની સાથે જ અમેરિકામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 50 હજારને પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાં 8 લાખ 90 હજાર 524 પર પહોંચી છે.
આ તરફ સ્પેનમાં કોરોના વાઈરસનાં કારણે છેલ્લાં 24 કલાકમાં 376 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે. સ્પેનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 22 હજાર 524 લોકોનાં મોત થયા છે., આ મહામારીના કારણે થયેલાં મૃત્યુંને પગલે ઈટાલી અને અમેરિકા બાદ સ્પેન વિશ્વમાં ત્રીજા ક્રમે છે. દેશમાં કોરોનાનાં કુલ 2 લાખ 19 હજાર 764 કેસ નોંધાયા છે. તો ઈટાલીમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યમાં વધારો થયો છે. ઈટાલીમાં કોરોનાંના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 25 હજાર 900ને પાર થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 92 હજાર 994 કેસ નોંધાઈ ચુક્યાં છે.
આ વાઈરસે યુરોપમાં પણ ભારે તબાહી મચાવી છે. ફ્રાંસમાં શુક્રવારે વધુ 389 લોકો મોતને ભેટ્યા હતા, તેની સાથે જ દેશમાં કુલ મૃત્યુઆંક 22 હજાર 245 પર પહોંચ્યો છે. દેશમાં કુલ કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યાં 1 લાખ 59 હજાર 495 થઈ છે. આ તરફ બ્રિટનમાં પણ શુક્રવારે કોવિડ-19થી વધુ 684 લોકોનાં મોત થવાની સાથે, જીવ ગુમાવનારોની સંખ્યાં 19 હજાર 506 પર પહોંચી છે.
બ્રિટનમાં કોરોના સંક્રમિતના કુલ 1 લાખ 44 હજાર 635 કેસ નોંધાઈ ચુક્યાં છે. બ્રાઝિલમાં પણ કોરોનાનો કેર યથાવત છે, બ્રાઝિલમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુઆંક 3 હજાર 670 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોના કુલ 52 હજાર 995 કેસ સામે આવ્યા છે. તો રશિયામાં કોરોનાંના સંક્રમીતની સંખ્યા વધીને 68 હજાર 622 પર પહોંચી છે , જ્યારે કુલ 615 લોકોનાં મોત થયાં છે. તો તૂર્કીમાં કોરોના સંક્રમિતોનાં 3 હજાર 122 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 49 હજારને પાર થઈ ગઈ છે. અને અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2600 લોકોનાં મોત થયાં છે.
