Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

Live TV

X
  • સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સતત ઝઝુમી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં , બે લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વભરમાં 29 લાખ 21 હજારથી વધુ લોકો સંક્રમિત થયાં છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી અમેરિકા સૌથી પ્રભાવીત થયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 54 હજારને પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાં 9 લાખ 60 હજાર પર પહોંચી છે. 

    આ તરફ સ્પેનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 22 હજાર 524 લોકોનાં મોત થયા છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન સોમવારથી કામ પર પાછા ફરી રહ્યા છે. માર્ચમાં કોરોના પોઝિટિવ માલુમ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. ન્યૂયોર્કના ગવર્નરે જણાવ્યું છે કે ન્યૂયોર્ક કોરોના સંક્રમિત દર્દીઓની સંભાળ લઇ રહેલી ચાર હોસ્પિટલના આરોગ્યકર્મીના એન્ટી બોડી પરીક્ષણ કરવામાં આવશે. 

    આરોગ્યકર્મીમાં સંક્રમણની ખરાઇ કરવા આ પરીક્ષણ કરવામાં આવશે. આયર્લેન્ડમાં વધુ 52 દર્દીના મૃત્યુ થતાં દેશમાં કોરોના વાયરસનો મૃત્યુઆંક વધીને એક હજાર 63 થઇ ગઇ છે. નેપાળ સરકારે કોવિડ-19ને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધની મુદતને 15 મે સુધી લંબાવી દીધી છે.શ્રીલંકામાં પણ કોવિડ-19નો સામનો કરવા કોલંબો સહિત ચાર શહેરોમાં અમલી કરફ્યુની મુદત ચાર મે સુધી લંબાવી દેવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે એવા કોઇ પ્રમાણ નથી મળ્યા કે કોવિડ-19નો એકવાર ભોગ બનેલી વ્યક્તિ બીજીવાર તેના સંક્રમણનો ભોગ નહીં બને.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply