દુબઈએ 4 મહિના બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પ્રવેશ માટે આપી છૂટ
Live TV
-
દુબઈએ લગભગ ચાર મહિનાના બંધ બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને છૂટ આપી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે લગભગ 20 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પહોંચી હતી.
દુબઈ સરકારે આશા વ્યક્ત કરી હતી કે, મહામારી વિરુદ્ધના પ્રયત્નોમાં સુધાર સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ધીમે ધીમે શરૂ થશે. જો કે પ્રવાસીઓએ બોર્ડિંગથી લઈને અમીરાતમાં પ્રવેશ સુધી નિયમોનું પાલન કરવું પડશે. ઉપરાંત દુબઈએ ઔદ્યોગિક એકમો પર લગાવેલા પ્રતિબંધો પર પણ છૂટ આપી છે.
ઉપરાંત સાર્વજનિક સ્થળો જેવા કે, વ્યાપાર કેન્દ્રો અને ગાર્ડન પણ હવે ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ ચહેરા પર માસ્ક અને મોજા પહેરી સામાજિક અંતર ફરજિયાત રાખવું પડશે. ઉપરાંત સાર્વજનિક સ્થળો પર વ્યક્તિનું શારીરિક તાપમાન અને સેનેટાઈઝર કરવા પર પણ ધ્યાન આપવામાં આવશે.
