વિદેશ મંત્રાલયઃ કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનનો દાવો ખોટો
Live TV
-
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કૂલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને ભારતને બીજા કોન્સ્યૂલર એક્સેસનો પ્રસ્તાવ મોકલ્યો છે.
સાથે એવો પણ દાવો કર્યો છે કે, કુલભૂષણે રિવ્યૂ પીટિશન દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને દયા અરજી પર પુનઃવિચાર કરવા કહ્યું છે.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે 17 જૂનના રોજ કુલભુષણ જાધવને રિવ્યૂ પીટિશન દાખલ કરવા માટે બોલાવવામાં આવ્યાં હતાં. જો કે, જાધવે આવવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે, જાધવે માગણી કરી હતી કે, તેની જે દયા અરજી છે તેને આગળ વધારવામાં આવે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને ખોટો ગણાવ્યો છે.
ભારતે આ મામલે જણાવ્યું છે કે, પાકિસ્તાનના અધિકારીઓએ જાધવ પર પુનઃર્વિચાર અરજી દાખલ નહીં કરવાનું દબાણ કર્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યુ છે કે, પાકિસ્તાનનું આ એક વધુ જુઠ્ઠાણું સામે આવ્યું છે. તે છેલ્લાં 4 વર્ષથી આ કેસમાં અનેક વખત જુઠ્ઠુ બોલી ચુક્યું છે.
કુલભૂષણ જાધવ સામે પાકિસ્તાન સામે જે કેસ ચાલી રહ્યો છે તે જ ખોટો છે ,તો પછી આ કેસમાં જે સજા આપી તેની સામે રિવ્યુ પીટીશન દાખલ કરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.
