નેપાળના જાણીતા પ્રવાસન રિસોર્ટ ખાતે મૃત્યુ પામેલા કેરળના આઠ ભારતીય નાગરિકોના મૃતદેહોને આજે ભારતને સોંપવામાં આવશે
Live TV
-
નેપાળના જાણીતા પ્રવાસન રિસોર્ટ ખાતે મૃત્યુ પામેલા કેરળના આઠ ભારતીય નાગરિકોના મૃતદેહોને આજે ભારતને સોંપવામાં આવશે. ભારતના રાજદૂતાવાસના સૂત્રોના જણાવ્યા મુજબ આ આઠ પ્રવાસીઓના મૃતદેહોને વિમાન માર્ગે કાઠમંડુથી દિલ્હી લાવવામાં આવશે, ત્યાર બાદ સદગત પ્રવીણ નાયર, તેમના પત્ની, અને ત્રણ બાળકોના મૃતદેહો તિરુવનંતપુરમ જ્યારે બાકીના ત્રણને કોઝીકોડે લઈ જવાશે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગયાવલીએ આઠ ભારતીય પ્રવાસીઓના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દરમિયાન પ્રવાસન વિભાગે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ સમિતિને તેનો અહેવાલ 15 દિવસમાં સુપરત કરવાની સૂચના આપી છે. આ સમિતિ રિસોર્ટ ખાતે સલામતી વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ હતી તે કેમ તેની તપાસ કરશે.
