પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કારના મેધાવી વિજેતાઓ સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર - 2020 ના વિજેતાઓને મળ્યા હતાં અને તેમને શાબાશી આપી હતી. વર્ષ 2020 માટે દેશ ભરના કુલ 49 બાળકોને કલા સંસ્કૃતિ , નવાવિચાર, શૈક્ષણિક સામાજિક સેવા, રમત અને બહાદુરીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, મણીપુર, અરૂણાચલ પ્રદેશ સહિત ધણા રાજયો અને કેન્દરશાસીત પ્રદેશના ધણા બાળકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ બાળકોનો જુસ્સો વધારતા કહયું કે આટલી નાની ઉમરમાં જે પ્રકારે આ તમામે અલગ અલગ ક્ષેત્રમાં કશુંક કરી બતાવ્યું છે તે તમામ માટે પ્રેરણાદાયક છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બાળકોને બુધવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
