નેપાળ-શ્રીલંકાના ભારતીય દૂતાવાસમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
દેશ આજે 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71માં ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર તિરંગાને સલામી આપી હતી.
આ પ્રસંગે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ તિરંગાને ફરકાવ્યા બાદ, ભવ્ય પરેડ સમારોહ શરૂ થયો હતો. જેમાં દુનિયાએ રાજપથ પરથી ભારતની સામરિક તાકાતને નિહાળી હતી. આર્મી , નેવી અને એરફોર્સના જવાનોએ ભારતીય મિસાઈલ અને યુદ્ધ ટેન્કોનું ભવ્ય પ્રદર્શન કરી ભારતની શક્તિનો પરિચય આપ્યો હતો.
ભારતની સાથે સાથે વિશ્વના દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસોમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નેપાળ ખાતે આવેલા ભારતીય દૂતાવાસમાં પણ ભારતીય ધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી.
શ્રીલંકાના કોલંબોમાં આવેલા ઈન્ડિયા હાઉસ ખાતે ભારતીય સમુદાયના લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. ભારતના રાજદૂત તરણજીત સિંહ સિંધૂ દ્વારા કોલંબોમાં ભારતીય તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
