નેપાળમાં બચાવ ટુકડીએ વિમાન દુર્ઘટનામાં દુર્ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં14 મૃતદેહો શોધ્યા
Live TV
-
નેપાળમાં બચાવ કર્મચારીઓએ વિમાન દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહો શોધ્યા છે. આ નાના વિમાનમાં 22 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હજી અન્ય યાત્રિકોની શોધખોળ ચાલી રહી છે. નેપાળી કંપની તારા એર દ્વારા સંચાલિત વિમાનનો કાટમાળ ઉત્તરીય નેપાળના મસ્તાંગ જિલ્લામાંથી મળી આવ્યો છે. જયારે એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તૂટ્યો ત્યારે વિમાન 20 મિનિટની ઉડાન પર હતું.
પત્રકારના જણાવ્યા મુજબ વિમાનમાં 4 ભારતીય, 2 જર્મની અને 16 નેપાળી યાત્રી સવાર હતા. ખરાબ હવામાન અને પહાડી વિસ્તારને કારણે બચાવ કાર્ય કાલે થઇ શક્યું નહિ અને આજે સવારે પુનઃ બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
