નોવેલ કોરોના વાયરસ મહામારીનું રૂપ લઈ શકે છે: WHO
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે, કોરોના વાયરસ હવે નિર્ણાયક સ્થિતિએ પહોંચ્યો છે અને તે સમગ્ર વિશ્વમાં ફેલાવવાની ક્ષમતા મેળવી ચૂક્યો છે..WHOના વડા ડોક્ટર ટેડ્રોસ અધનોમે જણાવ્યું છે કે, વિશ્વના ઘણા દેશો તેને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે..ઈરાનમાં કોરના વાયરસના લીધે મૃત્યુ નોંધાતા પાડોશી દેશ સાઉદી અરેબીયાએ ઈસ્લામના પવિત્ર સ્થળે યાત્રા ઉપર પ્રતિબંધ મૂક્યો છે...જ્યારે જાપાન અને ઈરાકે શાળામાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા તથા ઈટાલીમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આ વાયરસ પૂરા વિશ્વમાં ફેલાવવાનો ખતરો વધ્યો છે...
કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં બે હજાર 760 લોકોના મોત નિપજ્યા છે...મૃત્યુ પામનાર પૈકી મોટાભાગના મૃત્યુ ચીનમાં નોંધાયા છે. એવી જ રીતે 45 દેશોમાં કોરોનાના 81 હજારથી વધુ કેસો નોંધાયા છે...ઈરાનમાં કોરોના વાયરસથી વધુ 7 જણાના મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક વધીને 26 થયો છે...
