Skip to main content
Settings Settings for Dark

ન્યુઝિલેન્ડ સામાન્ય ચૂંટણીમાં સત્તારૂઢ લેબર પાર્ટીની ભારે બહુમત સાથે વાપસી

Live TV

X
  • ન્યુઝીલેન્ડ સામાન્ય ચુંટણીમાં સત્તારૂઢ લેબર પાર્ટીની ભારે બહુમતી સાથે વાપસી. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નએ કહ્યું હતું કે તે કોરોના રોગચાળાને કારણે પાટા પરથી ઉતરી ગયેલી ન્યુઝીલેન્ડની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને સામાજિક અસમાનતાને દૂર કરવા કામ કરશે.

    ન્યુઝીલેન્ડની સામાન્ય ચૂંટણીમાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નનો વિજય થયો છે. આ ચૂંટણીમાં જેસિન્ડા આર્ડર્નની લેબર પાર્ટીને ભારે બહુમતી મળી છે. 87   ટકા મતદાન થયું હતું ત્યારે તેમની પાર્ટીને 87 ટકા માંથી 49 ટકા મત મળ્યા હતા. 1930થી અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણી કરતા આ વખતે પક્ષને સૌથી મહત્તમ મતો મળ્યા છે. દેશમાં કોરોના સામેની લડતમાં સફળતા બાદ બીજી વખત છે જ્યારે આર્ડર્નની નેતૃત્વ હેઠળની મધ્ય-ડાબેરી લેબર પાર્ટીને આ સફળતા મળી છે.

    ન્યૂઝીલેન્ડના રાજકારણમાં જેસિન્ડા આર્ડર્ન એવા કેન્દ્રીય બિંદુ તરીકે ઉભરી આવ્યા છે જેમાં લોકોના પ્રત્યે તેમની સહાનુભૂતિ અને કટોકટીના સમયે પોતાની કુશળતા દર્શાવવાને કારણે વૈશ્વિક પ્રશંસા મેળવી છે. ચૂંટણીમાં સફળ થયા પછી, આર્ડર્ન ઓકલેન્ડમાં પોતાના નિવાસસ્થાનની બહાર આવી તેમના સમર્થકોને આવકાર્યા હતા અને તેમને ગળે લગાવ્યા હતા. વિપક્ષી નેશનલ પાર્ટીની નેતા, જુદીંથ કોલિન્સએ આર્ડર્ન સાથે ફોન પર વાત કરી અને ચૂંટણી પરિણામોને અભૂતપૂર્વ કહી તેમને શુભેચ્છા પાઠવી આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply