8 મહિનાઓથી બંધ ભારત-બાંગ્લાદેશ વચ્ચેની વિમાન સેવાઓ ફરી શરુ થશે
Live TV
-
કોરોના મહામારીના કારણે બંધ થયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની વિમાન સેવાઓ આગામી 28 ઓક્ટોબરથી દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ શરુ થવા જઈ રહી છે.
લોકડાઉનથી અત્યાર સુધી એટલે કે છેલ્લા 8 મહિનાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિમાન સેવાઓ બંધ હતી. ત્યારે બે દેશો વચ્ચેની બંધ રહેલી વિમાન સેવાઓ આગામી 28 ઓક્ટોબરથી ફરી શરૂ થવા જય રહી છે. દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ બંને દેશ વચ્ચે કેટલાક પ્રતિબંધો વચ્ચે વિમાન સેવા શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં બાંગ્લાદેશના વિમાન બાંગ્લાદેશ, યુએસ બાંગ્લા એરલાઈન્સ સહિત 3 વિમાની કંપનીની 28 ફ્લાઈટનું સંચાલન કરશે. જ્યારે ભારતમાં એર ઈન્ડિયા, વિસ્તારા સહિત 5 વિમાની કંપની એક સપ્તાહમાં 28 ફ્લાઈટનું સંચાલન કરશે. બાંગ્લાદેશી એરલાઈન્સ ઢાકાથી દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ માટે ઊડાન ભરશે. જ્યારે ભારતીય વિમાન દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈથી ઢાકા સુધીની ઊડાન ભરશે. બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીએ ટ્વીટ કરીને શરૂ થતી વિમાની સેવાઓ પર ખુશી વ્યક્ત કરી હતી.
