ન્યૂઝીલેન્ડે ક્લાઈમેટ ઈમરજન્સીની જાહેરાત કરી, 2025 સુધી કાર્બન ઉત્સર્જન ન્યુટ્રલ કરવા વચન આપ્યુ
Live TV
-
ન્યૂઝીલેન્ડની સરકારે વચન આપ્યુ છે કે તેમના સાર્વજનીક ક્ષેત્રો 2025 સુધી કાર્બનનુ ઉત્સર્જન ન્યુટ્રલ કરાશે. જેને લઈને બુધવારે એક ક્લાઈમેટ ઈમરજન્સી એટલે કે જળવાયુ આપાતકાળ જાહેર કર્યો છે. આ પહેલાં બ્રિટન, કેનેડા અને ફ્રાંસ સહિત દુનિયાના 30 દેશોએ ક્લાઈમેટ ઈમરજન્સીનુ એલાન કર્યુ છે.

ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ક્લાઈમેટ ઈમરજન્સી બિલ પાસ કર્યુ છે. દુનિયામાં લગભગ 30 દેશો અત્યાર સુધી ક્લાઈમેટ ઈમરજન્સીનુ એલાન કરી ચુક્યા છે. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા એર્ડર્ને ઓક્ટોમ્બરમાં ફરીથી સત્તા સંભાળી હતી. તેમણે જણાવ્યુ કે દેશના બધા સરકારી વિભાગો અને ઈંસ્ટીટ્યુશન્સને વર્ષ 2025 સુધી કાર્બન ઉત્સર્જન ન્યુટ્રલ કરવામાં આવશે, એટલે કે કાર્બનનુ ઉત્સર્જન થશે જ નહી.
ન્યૂઝીલેન્ડ સરકારની ક્લાઈમેટ ઈમરજન્સી ડિક્લેયરેશન પ્રમાણે ત્યાંના સરકારી વિભાગોમાં કાર્બન ન્યુટ્રલ કરવામાં આવશે. પીએમ જેસિંડાના પ્રમાણે, આ બિલ ગ્લોબલ વોર્મિંગના એવરેજ લેવલ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવાના લક્ષ્યમાં મદદગાર સાબિત થશે. સૌથી પહેલાં સરકારી વિભાગોમાં આના હેઠળ લાવવામાં આવશે.