પાકિસ્તાનના કરાંચીમાં ચીની દૂતાવાસ પર હુમલો
Live TV
-
પાકિસ્તાનના કરાંચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસમાં 3 થી ચાર આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. આતંકીઓના ગોળીબારમાં બે ગાર્ડસના મોત થયા હતા. જ્યારે સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાની સમય પ્રમાણે સવારે 9.30 કલાકે ત્રાસવાદીઓએ ચીની દૂતાવાસ ખાતે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેમની અથડામણ સુરક્ષા ગાર્ડ સાથે થઈ હતી. તેઓની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. આ હુમલાને ભારતે વખોડ્યો છે અને આ હુમલા અંગે વિદેશમંત્રાલયે પ્રતિક્રિયા આપતા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોઈપણ દેશમાં આ પ્રકારના હુમલાનો ભારત સખત વિરોધ કરે છે. આ સાથે પખ્તુન પ્રાંતમાં પણ એક મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં 25 લોકનાં મોત અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આમ બે હુમલામાં 37થી વધુ લોકોનાં મોત થયા છે
