પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના કેસની સુનાવણી સ્થગિત કરવાની પાકની માંગણી આંતરરાષ્ટ્રીય અદાલતે ફગાવી
Live TV
-
જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ સુનાવણી સ્થગિત કરવાની પાકિસ્તાનની માંગણી આંતરરાષ્ટ્રીય અદાલતે ફગાવી દીધી છે. હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં બીજા દિવસની સુનાવણી દરમિયાન પાકિસ્તાને પોતાનો પક્ષ રાખ્યો હતો. ICJAમાં પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મનસૂર ખાને આરોપ લગાવ્યો હતો કે જાધવ ભારતની ગુપ્તચર એજન્સી રો ના અધિકારી છે અને રોએ બલૂચિસ્તાન પર હુમલો કરવા માટે તેમને મોકલ્યા હતા. હવે આ મામલે ભારત તરફથી આજે બીજી દલીલમાં પોતનો પક્ષ રજૂ કરવામાં આવશે. અગાઉ ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે 13 વખત માગણીઓ બાદ પણ કુલભૂષણ જાદવને કોન્સેલ એક્સેસ આપવામાં આવ્યા નથી જે વિયેના સંધિનું ઉલ્લંઘન છે.
