Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસેએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રસ્તાવ લાવવાનો કર્યો નિર્ણય

Live TV

X
  • પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અલગ પાડી દેવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ફ્રાંસે જૈશે પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રાંસ આગામી થોડા દિવસોમાં આંતર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે પ્રસ્તાવ લાવશે અને જૈશ એ મોહમ્મદના આકાને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂકવાની ભારતની કોશિશને મજબૂતી પ્રદાન કરશે. આ પ્રસ્તાવ રજૂ થયા બાદ વીતેલા દસ વર્ષોમાં કરવામાં આવેલો આ ચોથો પ્રયાસ હશે. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુલવામામાં થયેલ હુમલાને ભયાનક ગણાવ્યો હતો. પાકિસ્તાનને બેનકાબ કરવાની કોશિષ સતત ચાલુ છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે પણ જૈશને ઈરાની સૈનિકોની હત્યા કરનારો પાકિસ્તાની નાગરિક ગણાવ્યો છે. દુનિયાના બે મોટા દેશો બાદ ઈરાને પણ પાકિસ્તાને બેનકાબ કર્યું છે. ઈરાનના ઈસફહાન શહેરમાં ગત 13મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં 27 સૈનિકોના મોત થયાં હતા. માનવામાં આવે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-અલ-અદલનો હાથ છે તો બીજી તરફ ન્યૂઝિલેન્ડની સંસદે પુલવામામાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં નિંદાપ્રસ્તાવ પસાર કર્યો છે આ જાણકારી ન્યૂઝિલેન્ડના વિદેશમંત્રી વિન્સટન પીટર્સે આપી છે. તો આ તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તાનિયો ગુતારેસે પણ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવને ઘટાડવા તત્કાલ પગલા લેવાની અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply