પાક જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી શરૂ
Live TV
-
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજથી ફરી સુનાવણી શરૂ કરવામાં આવી
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજથી ફરી સુનાવણી શરૂ કરવામાં આવી છે. જ્યાં ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલત સમક્ષ પોતાની દલિલો રજૂ કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. પાકિસ્તાની સેનાની કોર્ટે એપ્રિલ 2017માં જાસુસી અને આતંકવાદના આરોપો મુકીને કુલભૂષણને ફાંસીની સજા ફટકારી હતી. ભારતે આ ચુકાદાની વિરૂદ્ધ એ જ વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે કોર્ટની 10 જજોની બેંચે 18મી મે 2017 ના રોજ પાકિસ્તાનને આ કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી જાધવને ફાંસી નહીં આપવા કહ્યું હતું.
