પાકિસ્તાનનું વધુ એક જૂઠ્ઠાણું ખૂલ્લું પડી ગયું
Live TV
-
ભારત વિરૂધ્ધ ઝેર ઓકવાના વધુ એક જુઠ્ઠાણાની પોલ ખુલી - પાકિસ્તાના પીએમ ઇમરાન ખાને ટ્વીટર ઉપર , બાગ્લાદેશની પોલીસનો વીડિયો શેર કરીને , તેને ઉત્તર પ્રદેશમાં પોલીસનો મુસ્લિમો ઉપરનો અત્યાચાર ગણાવ્યો - હળહળતુ જુઠ્ઠાણું બહાર આવતાં જ , ચારે તરફથી ઇમરાન ઉપર ફિટકાર.
પાકિસ્તાનનું વધુ એક જૂઠ્ઠાણું ખૂલ્લું પડી ગયું થયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ , સૈયદ અકબરુદ્દીને , પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ટ્વીટર પર , બાંગ્લાદેશના સાત વર્ષ જૂના વીડિયોને , ઉત્તરપ્રદેશમાં મુસ્લિમો વિરુદ્ધ ભારતીય પોલીસનો નર સંહાર બતાવવા પર , આકરી નિંદા કરી હતી. ઈમરાન ખાને એક જૂનો વીડિયો શેર કરીને , ભારત પર ખોટો આરોપ લગાવવાની કોશિશ કરી હતી. ઈમરાન ખાને ટ્વીટ કરીને લખ્યું , કે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમો વિરુદ્ધ ભારતીય પોલીસનો નર સંહાર. વાસ્તવમાં ઈમરાન ખાને જે વીડિયો શેર કર્યો તે ભારતનો નહીં, પરંતુ બાંગ્લાદેશનો હતો. આ વીડિયો 2013નો છે , અને બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો છે. આ વીડિયો , હિફાજતે ઈસ્લામ નામના એક ગ્રુપ વિરુદ્ધ, પોલીસ કાર્યવાહીનો છે. આ ગ્રુપે આકરી ઈસ્લામિક નીતિ લાવવા માટે , ઢાકામાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ , ફેક વીડિયોને લઈને ઈમરાન ખાન પર પ્રહાર કર્યા. ઉત્તર પ્રદેશ પોલીસે પણ , ઈમરાન ખાનને જવાબ આપતા ટ્વીટ કરીને જણાવ્યું , કે આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં , પરંતુ બાંગ્લાદેશનો છે. ચારેબાજુથી આલોચના બાદ , ઈમરાન ખાને ટ્વીટને ડિલીટ કરી નાખ્યું છે.
