પાકિસ્તાની જેલમાં કેદ કરાયેલા 182 ભારતીય માછીમારોને જુલાઇના અંત સુધીમાં મુક્ત કરાશે
Live TV
-
મુક્ત થનારા માછીમારો પૈકી 2 માછીમારો પોરબંદર જિલ્લાના છે
પાકિસ્તાની જેલમાં કેદ કરાયેલા 182 ભારતીય માછીમારોને જુલાઇના અંત સુધીમાં મુક્ત કરવામાં આવશે. પીસ ફોરમના આગેવાન જીવનભાઇ જુંગીના જણાવ્યા પ્રમાણે, 7 જુલાઇના રોજ 100 માછીમારોને ત્યારબાદ મહિનાના અંતે 82 માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે. આ મુક્ત થનારા માછીમારો પૈકી 2 માછીમારો પોરબંદર જિલ્લાના છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા કેદ કરાયેલાં માછીમારોને મુક્ત કરવા પાકિસ્તાન માનવ અધિકારમાં રજૂઆત કરાતા પાકિસ્તાન હાઇકોર્ટે આ માછીમારોને મુક્ત કરવા આદેશ કર્યો હતો.
