પાકિસ્તાન ફાઈનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાં
Live TV
-
અમેરિકાના ફ્લોરીડામાં નાણાંકીય કાર્યવાહી કાર્યદળની બેઠકમાં અમેરિકા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે..
પાકિસ્તાન FATF એટલે ફાઈનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાં જ રહેશે. અમેરિકાના ફ્લોરીડામાં નાણાંકીય કાર્યવાહી કાર્યદળની બેઠકમાં પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદની આર્થિક મદદને રોકવા માટે પર્યાપ્ત પગલાં ભરવામાં નિષ્ફળ રહેવા બદલ અને ટોચના આતંકવાદી હાફીઝ સઈદ અને મસુદ અઝહર વિરૂદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ ન કરવા બદલ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્રણ સભ્ય દેશોએ હાલ પાકિસ્તાનને બ્લેક લીસ્ટેડ થતાં બચાવ્યું છે, પરંતુ ખતરો ટળ્યો નથી, કેમ કે આ સંસ્થા આ વર્ષે ઓક્ટોબરમાં સત્તાવાર રીતે પોતાનો ચુકાદો આપશે.
