મેક્સિકોએ અમેરિકા, કેનાડા સાથે નવી વેપાર સમજૂતીની કરી પુષ્ટિ
Live TV
-
અમેરિકા-મેક્સિકો-કેનાડા સમજૂતી આશરે 25 વર્ષીય ઉત્તરી અમેરિકન મુક્ત વ્યાપાર સમજૂતીનો હવે પછીનો તબક્કો છે.
મેક્સિકોએ અમેરિકા, કેનાડા સાથે નવી વેપાર સમજૂતીની પુષ્ટિ કરી છે. મેક્સિકોએ આપેલા નવા ઉત્તર અમેરિકન વ્યાપાર સમજૂતીની જાણકારી આપી હતી. જેથી અમેરિકા સાથે તાજેતરના તણાવ પછી તેને અંતિમ મંજૂરી મળી શકે. અમેરિકા-મેક્સિકો-કેનાડા સમજૂતી માટે મેક્સિકન સીનેટ પક્ષમાં 114 મત પડ્યા હતાં. જ્યારે તેના વિરુદ્ધ માત્ર ચાર વોટ પડ્યા હતાં.
મેક્સિકોના અર્થ વ્યવસ્થા મંત્રાલયે તેને ખુલી અર્થ વ્યવસ્થાના પક્ષમાં એક સ્પષ્ટ અને ક્ષેત્રમાં આર્થીક એકીકરણને ઉંડો કરવાનો સંદેશ આપ્યો હતો. અમેરિકા-મેક્સિકો-કેનાડા સમજૂતી આશરે 25 વર્ષીય ઉત્તરી અમેરિકન મુક્ત વ્યાપાર સમજૂતીનો હવે પછીનો તબક્કો છે. આ સમજૂતીમાં સુધારો કરવા માટે એક વર્ષથી વધારે સમય સુધી ચાલેલી વાર્તાઓ પછી સહમતિ બની હતી.
