પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર આતંકવાદી હુમલો
Live TV
-
3 આતંકવાદી ઠાર મરાયા, 2 લોકોના મોત
પાકિસ્તાનના કરાચી સ્ટૉક એક્સચેન્જ પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. હુમલાને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે બે નાગરિકનાં પણ મોત થયા છે. મળતી જાણકારી મુજબ આતંકવાદી સ્ટૉક એક્સચેન્જ પર કબજો મેળવવા માંગતા હતા. સવારે લગભગ 9 વાગ્યે આ આતંકવાદીઓએ સ્ટૉક એક્સચેન્જના દરવાથી અંદર જવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અંદર ઘૂસવા માટે તેઓએ દરવાજા પર જ ગ્રેનેડથી એક બ્લાસ્ટ કરી દીધો. આ ગ્રેનેડની ઝપટમાં આવીને બે નાગરિકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
