પ્રથમ વખત યૂરોપીય આયોગની કમાન સંભાળી શકે છે એક મહિલા
Live TV
-
જર્મનીના રક્ષામંત્રી ઉર્સુલા લેયનને આયોગ પ્રમુખ માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડને પણ યૂરોપીય સેન્ટ્રલ બેન્કની પ્રથમ પ્રમુખના રૂપમાં નામાંકિત કરવામાં આવ્યા છે..
યૂરોપીય સંઘમાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે...પ્રથમ વખત એક મહિલાના નામ પર યૂરોપીય આયોગની કમાન સંભાળવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. જર્મનીના રક્ષામંત્રી ઉર્સુલા લેયનને આયોગ પ્રમુખ માટે નામાંકિત કરવામાં આવ્યા છે..ઉર્સુલા આશ્ચર્યજનક રીતે યૂરોપીય આયોગના પ્રમુખ જીન ક્રાઉડ જંકરના ઉત્તરાધિકારીના રૂપમાં ઉભરી છે..આટલું જ નહીં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડને પણ યૂરોપીય સેન્ટ્રલ બેન્કની પ્રથમ પ્રમુખના રૂપમાં નામાંકિત કરવામાં આવ્યા છે..યૂરોપીય સંઘના નેતાઓને આ પ્રમુખ પદો પર પાંચ લોકોને નામાંકિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બેલ્જિયમના ઉદારવાદી પ્રધાનમંત્રી ચાર્લ્સ મિશેલને યૂરોપીય પરિષદના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કની જગ્યાએ નામાંકિત કરવામાં આવ્યા છે..યૂરોપીય સંસદના અધ્યક્ષને બુધવારે પસંદ કરવામાં આવશે..
