હોંગકોંગઃ સંસદભવનમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓ પોલીસે કર્યો લાઠીચાર્જ
Live TV
-
હોંગકોંગમાં પોલીસે ફરીથી સંસદ ભવન પરિસરને પ્રદર્શનકર્તાઓથી મુક્ત કરી દીધું છે. વિવાદીત પ્રત્યાપર્ણ વિધેયકનો વિરોધ કરતા પ્રદર્શનકર્તાઓ સંસદભવનમાં ઘૂસી ગયા હતા.
આ પ્રદર્શનકર્તાઓએ જોરદાર તોડફોડ કરી હતી. પોલીસને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
1997માં હોંગકોંગ ચીનને સોંપાયું તેની વર્ષગાંઠે હજારો પ્રદર્શનકર્તાઓ પ્રત્યાર્પણ સંબંધી વિધેયક પરત લેવાની માંગ સાથે ચીન વિરુદ્ધ પ્રદર્શન કરતાં સંસદભવનના પરિસરમાં ઘુસી ગયા હતા. સરકારે હિંસાને તુરંત અટકાવવા આહવાન કર્યું હતું. તેમણે પ્રત્યાપર્ણ વિધિયકમાં સંશોધનના તમામ કામ અટકાવ્યા છે.
